આ બીમારીએ પાકિસ્તાનનું નાક કપાવ્યું, PM ઈમરાને કહ્યું-દેશ માટે શરમજનક 

ઈમરાન ખાને કહ્યું કે હવે જ્યારે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે અને સરકાર પર્યટનને પ્રોત્સાહન આપે છે ત્યારે જો લોકો એમ માનવા લાગે કે દેશ પોલીયો એક્સપોર્ટ કરી રહ્યો છે તો આ પાકિસ્તાન માટે એક ધબ્બા સમાન હશે.

આ બીમારીએ પાકિસ્તાનનું નાક કપાવ્યું, PM ઈમરાને કહ્યું-દેશ માટે શરમજનક 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) દેશમાં પોલીયો (Polio) ના કેસ સામે આવ્યાં બાદ માતા પિતાને આગ્રહ કર્યો છે કે તેઓ બાળકોને માત્ર તેમના સારા સ્વાસ્થ્ય માટે નહીં પરંતુ રાષ્ટ્ર માટે પણ થઈને એન્ટી પોલીયો ટીકાકરણ કરાવે. 

ડોન ન્યૂઝના અહેવાલ મુજબ શુક્રવારે અહીં રાષ્ટ્રવ્યાપી પોલીયો નાબુદી અભિયાનના શુભારંભ સમારોહમાં વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન દુનિયાના એ બે દેશોમાંનો એક છે જ્યાં પોલીયોનું અસ્તિત્વ હજુ પણ છે અને તેમણે તેને 'શરમજનક' ગણાવ્યું. 

ઈમરાન ખાને કહ્યું કે જે માતાઓ આ જોઈ રહી છે હું અપીલ કરું છું કે જો તેમણે બાળકોને પોલીયોનો ડ્રોપ્સ ન પીવડાવ્યાં હોય તો સ્વાસ્થ્યકર્મીઓ પાસે જઈને પોતાના બાળકોનું ટીકાકરણ કરાવે. તેમણે કહ્યું કે પાંચ વર્ષથી ઓછી ઉઁમરના લગભગ 40 લાખ બાળકોના ચાલી રહેલા અભિયાનમાં ટીકાકરણ કરવામાં આવશે. તેમણે  કહ્યું કે તે તમારા બાળકો માટે અને આપણા દેશ માટે પણ મહત્વપૂર્ણ છે. 

જુઓ LIVE TV

ઈમરાન ખાને કહ્યું કે હવે જ્યારે અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે અને સરકાર પર્યટનને પ્રોત્સાહન આપે છે ત્યારે જો લોકો એમ માનવા લાગે કે દેશ પોલીયો એક્સપોર્ટ કરી રહ્યો છે તો આ પાકિસ્તાન માટે એક ધબ્બા સમાન હશે.અત્યાર સુધીમાં વર્ષ ભરના પોલીયોના કેસ જોવા જઈએ તો 2018ના 12 અને 2017ના આઠ કેસની સરખાણીએ 98 સુધી પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news